પોલીસની હાજરીમાં જ બે કાર ચાલકો ટ્રાફિકમાં ઝઘડતા ટ્રાફિક જામ થયોગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બે કાર ચાલકો ટ્રાફિકમાં ઝઘડતા ટ્રાફિક જામ થયો હતો. પોલીસની હાજરીમાં જ બે કાર ચાલકો આમને-સામને આવી ગયા હતા. રોડ પર થયેલી બબાલ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સામાન્ય બાબતે એડવોકેટ અને બિલ્ડર રોડ પર ઝપાઝપી કરવા લાગ્યા હતા.
ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે ગાડી અડતા અડતા રહી જવાને કારણે મોટી બબાલ જોવા મળી હતી. બે કાર ચાલકોના ઝઘડાને કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની હાજરીમાં બબાલ શરૂ થઈ હતી. એક એડવોકેટ અને બિલ્ડર રોડ પર ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે.


















Recent Comments