સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શ્રી આપાગીગા જગ્યા ખાતે ગામના યુવાનો છેલ્લા 15 વર્ષથી દર મહિને 8મી તારીખના રોજ સંતભૂમિ બગદાણા ધામ બાપા સીતારામ ભોજનાલય વિભાગમાં સેવાકાર્ય કરવા ગામના 50 થી 60 યુવાનો જતા હોય છે. બાપા સીતારામ નાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ ની ઉત્તમ સેવા નું કાર્ય કરવામાં આવે છે. ગામના યુવાનો અને સ્વયંસેવક ભાઈઓની સેવાકાર્ય અને કામગીરીની કદર કરીને મૂળ વતન હાથસણી ગામ અને તેવો હાલ મુંબઈ સ્થાયી થયેલ તેવા દાતા મગનભાઈ ચોટલીયા દ્વારા દરેક ગામ ના યુવાનોને સેવા કાર્ય માટે એક જોડી યુનિફોર્મ તૈયાર કરાવી વિતરણ કરવામાં આવેલ તેમજ બધા સ્વયં સેવક માટે ખૂબ સરસ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું.
આ સેવા બદલ દાતાશ્રીનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું..આ ઉત્તમ સેવાકીય કાર્ય માટે ગામના યુવાન હરેશભાઈ બોરીસાગર દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી.આ કાર્યક્રમ માં બગદાણા ધામ સેવાકાર્યના બાપા સીતારામ સેવા મંડળના ધનજીભાઈ હીરપરા, શિવરાજભાઈ ખુમાણ પૂર્વ સરપંચ, સુરેશભાઈ સુતરીયા, રામજીભાઈ ગજેરા, જયેશભાઈ કુડેચા, કનુભાઈ ખુમાણ, બળવંતભાઈ કુડેચા, મહેશભાઈ કુંજડીયા, રાજેશભાઈ માયાણી, કિરીટભાઈ શિંગાળા, પ્રફુલભાઈ માયાણી, જીતુભાઈ ખુમાણ, ભલાભાઈ ભરવાડ, જગાભાઈ ડાબસરા મોટી સંખ્યા સ્વયંસેવક ભાઈઓ તેમજ ગામ આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં..
Recent Comments