રાષ્ટ્રીય

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં ગૌતમ અદાણીની જાહેરાત

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો દબદબાભેર પ્રાંરભ થઈ ગયો અને સાથે જ ગુજરાતના વિકાસની યશગાથામાં વધુ એક મોરપિચ્છ ઉમેરાઈ ગયું છે. દેશ દુનિયામાંથી આવેલા મહાનુભાવો દ્વારા પોતાના વિચારો રજુ કરવામાં આવ્યા સાથે રોકાણને લઈને પણ આંકડાઓ રજુ થવા માંડ્યા. આ જ પ્રસંગે દેશના અગ્રણી ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધન કરવું એ એક લહાવો છે. આ દરેક સમિટનો એક ભાગ હોવાનો મને ખૂબ જ ગર્વ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે તે અસાધારણ દ્રષ્ટિની અદભૂત અભિવ્યક્તિ છે. તેમાં આપના હસ્તાક્ષરો, ભવ્ય મહત્વાકાંક્ષા, વિશાળ સ્કેલ, ઝીણવટભર્યુ શાસન અને દોષરહિત અમલીકરણ છે. ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપને પુનઃનિર્માણ કરવા આપણા તમામ રાજ્યો – સ્પર્ધા – અને – સહકારથી આગળ વધતા રાષ્ટ્રવ્યાપી ચળવળને પ્રજ્વલિત કરી રહ્યા છે.

વિતેલા દાયકાના આંકડાઓ નોંધપાત્ર છેઃ ૨૦૧૪ થી ભારતની જીડીપી ૧૮૫% અને માથાદીઠ આવકમાં અદભૂત ૧૬૫% વૃદ્ધિ થઈ છે. છેલ્લા દાયકાના ભૌગોલિક રાજકીય સંઘર્ષો અને મહામારીના પડકારોને જાેતા આ સિદ્ધિ અપ્રતિમ છે. માનનીય વડાપ્રધાન, આંતરરાષ્ટ્રીય મંચ પર આપની સિદ્ધિઓ પણ એટલી જ નોંધપાત્ર છે. આપ અમને વૈશ્વિક પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવતા દેશમાંથી એવા રાષ્ટ્ર તરફ લઈ ગયા છો જે હવે વૈશ્વિક પ્લેટફોર્મ બન્યો છે. સોલાર એલાયન્સ પ્લેટફોર્મ આપની કલ્પનાઓની એક પહેલ છે. ય્૨૦ પ્લેટફોર્મ પર આપનું નેતૃત્વ, વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થા માટેના બેન્ચમાર્ક સેટ કરે છે. ય્૨૦ માં ગ્લોબલ સાઉથ ઉમેરવું એ આધુનિક ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી.

માનનીય વડાપ્રધાન, આપ માત્ર ભવિષ્યની આગાહી જ કરતા નથી પરંતુ તેને આકાર પણ આપો છો. આપે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર બનવા માટે દિશામાન કર્યું છે અને તેને વાસુદેવ કુટુમ્બકમ્‌ અને વિશ્વગુરુની બે ફિલસૂફી દ્વારા સંચાલિત વૈશ્વિક સામાજિક ચેમ્પિયન તરીકે સ્થાન આપ્યું છે. જાેકે તેના શ્રેષ્ઠ પરિણામો આવવાના તો હજુ બાકી છે. વિકસિત ભારતનું નિર્માણ કરવા અને ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ભારતના યુવાનોને દૂરંદેશી સાથે સહભાગી બનાવવા આપે આવતીકાલના વૈશ્વિક ભવિષ્યને આકાર આપવા માટે તૈયાર કર્યા છે. માનનીય મુખ્યમંત્રી અગાઉની સમિટમાં મેં ૨૦૨૫ સુધીમાં રૂ. ૫૦,૦૦૦ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. તે મુજબ અમે વિવિધ ક્ષેત્રોમાં રૂ. ૫૦,૦૦૦ કરોડનું રોકાણ કરી ચૂક્યા છીએ.

વળી ૨૫,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જનના અમારા લક્ષ્યાંકને પણ વટાવી દીધું છે. આજે હું વધુ રોકાણ કરવા પ્રતિબદ્ધ છુ. અમે ખાવડા કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે ૭૨૫ ચોરસ કિલોમીટરમાં ૩૦ ય્ઉ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે. તેને અવકાશમાંથી પણ જાેઈ શકાય છે. અમે “આર્ત્મનિભર” ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઈન, હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સ, ગ્રીન એમોનિયા, પીવીસી અને કોપર અને સિમેન્ટના ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે. આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ. બે લાખ કરોડ – એટલે કે ેંજીડ્ઢ ૨૫ બિલિયનનું રોકાણ કરશે. જેનાથી ૧૦૦,૦૦૦ થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થશે.

Related Posts