દામનગર શહેર માં પાલિકા શાસકો હદય ઉપર હાથ રાખી ને કહે ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો રસ્તા વગર પીડાઈ છે ? પાલિકા અધિનિયમ ની કલમ ૬૯ થી રસ્તા ની જોગવાઈ કરોડો નું કોમ્પ્લેક્ષ આવતું હોય તો તે રાજ્ય સરકાર ના ખર્ચે ખરીદી તેને પાડી ને પણ રસ્તો આપવા જિલ્લા કલેકટર રેલવે રેવન્યુ સહિત ના તંત્ર હકારાત્મક છે કોઈ ને વાંધો નથી માત્ર પાલિકા ના બે સદસ્ય ને વાંધો છે મતદારો ના ત્રણ માંડવા નું દબાણ દૂર કરવા માં શરમ શેની ? સતા અને સામર્થ્ય કાયમ નથી રહેવા નું જનપ્રતિનિધિ એ જનતા ની પીડા દૂર કરવા ખૂબ બાધા રૂપ બનશો તો છેવાડા વ્યક્તિ નો વિકાસ ક્યાંથી થશે ?
ચૂંટણી માં અમારા પૂતળા મૂકી દયો પણ જીતી જઈ એ એવો ઉન્માનદ કરતા નેતા ઓને પ્રજા ની પીડા નથી દેખાતી વૃદ્ધ ખેડૂતો રસ્તા વાંકે માથે ભારો ઉપાડી રેલવે ટ્રેક ઓળગી રહ્યા છે તેની દયા નથી આવતી ? ખોડિયારનગર ના રહીશો પોતા ના વાહનો એક કિમી દૂર અન્ય સોસાયટી ઓમાં મૂકી રેલવે પાટો ટપી ને ઘેર અવર જવર કરે આ માટે મત આપ્યા હતા ? પાલિકા માં ચૂંટાયેલ સભ્યો શાસકો એ પોતા ને આવી પીડા ભોગવવા ની હોય તો ? કાગારોળ કરી મૂકે પ્રજા ના પૈસા થી બંધારણ વિરુદ્ધ વિશેષાધિકાર ભોગવો છો તે પ્રજા આ ગરીબ પ્રજા ના હક્ક ના છે એ ના ભૂલવું જોઈ એ રેલવે ની હદ માં રાતો રાત જમણી બાજુ સી સી રોડ બનતો હોય તો ડાબી બાજુ NA નું નાટક કેટલા વર્ષો ચલાવશો ? તાલુકા અને જિલ્લા સંકલન માં કલેકટર પ્રાંત રૂબરૂ રેલવે રેવન્યુ એ હકારાત્મક અભિગમ સાથે રસ્તો આપવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો લાઠી મામલતદારે સ્થળ વિઝીટ કરી ત્રણ માંડવા હટાવવા દબાણદાર ને નોટિસો પછી નવા નવા નાટક કેમ ? આંખે આશું લાવી દેતી ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો ની પીડા છે પણ સતા ના મદ સતાધીશો પદ પોઝીશન નો ખુલ્લો દૂર ઉપીયોગ કરી રહ્યા છે
Recent Comments