fbpx
ગુજરાત

ભાજપના કોર્પોરેટરે અભદ્ર ટીપ્પણી કાર્યના આક્ષેપ સાથે AAPનાં મહિલા નગરસેવકે જાહેરમાં થપ્પડ મારવાની માંગ કરી

સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરને સત્તા પક્ષના કોર્પોરેટર હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે. આક્ષેપ ત્યાં સુધી થયા છે કે ભાજપના કેટલાક કોર્પોરેટર સામાન્ય સભામાં અભદ્ર ટીપ્પણી પણ કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા નગરસેવકે જાહેરમાં થપ્પડ મારવાની માંગ કરી છે.સુરત મહાનગરપાલિકામાં વિપક્ષી મહિલા કોર્પોરેટરે એક ગંભીર આક્ષેપ કરતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સત્તા પક્ષના કોર્પોરેટર પર અભદ્ર ટીપ્પણી અને ખરાબ કોમેન્ટનો આરોપ લગાવ્યો છે. બજેટની ચર્ચા દરમિયાન પોતે બોલવા ઉભા થાય ત્યારે ભાજપના કોર્પોરેટર તેમના વિશે ખરાબ વાક્યોનો પ્રયોગ કરતા હોવાનો આરોપ લગાવતા હાહાકાર મચી ગયો છે. સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શું કહી રહ્યા છે તે સાંભળો. કુંદન કોઠિયા અને મોનાલી હીરપારની સાથે આપના કોર્પોરેટર સોનલ સુહાગિયાએ પણ ભાજપના કોર્પોરેટર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. અભદ્ર ટીપ્પણી મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે.

તો જેના પર આક્ષેપ લાગ્યો છે તે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પોતાની પર લાગેલા તમામ આરોપ ફગાવ્યા છે. સામાન્ય સભાની અંદર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે થયેલી આ માથાકુટ બાદ મામલો તંગ બની ગયો હતો. જાે કે સિક્યુરીટીએ મામલો શાંત કરાવ્યો હતો. પરંતુ આ ઘટના પછી રાજકારણ ગરમાઈ ગયું છે. જાે મહિલા કોર્પોરેટરના આક્ષેપ સાચા હોય તો આ ખુબ જ ગંભીર બાબત છે. જે પાર્ટી મહિલાઓનું આટલું સન્માન કરતી હોય તે જ પાર્ટીના કોર્પોરેટર વિપક્ષની મહિલાઓનું અપમાન કરે તે ખુબ જ નીંદનિય છે. આ તમામ મામલે યોગ્ય તપાસ કરી જે કસુરવાર હોય તેની સામે પગલાં પણ લેવા જાેઈએ. જાેવાનું રહેશે કે આ મામલે મેયર અને કમિશનરનું શું સ્ટેન્ડ રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/