fbpx
અમરેલી

ચલાલા હરિબા મહિલા કોલેજ ખાતેમાતૃભાષા દિવસની શાનદાર ઉજવણી

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડાયરેક્ટરશ્રી મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતા દ્વારા વિદ્યાર્થીની બહેનોને માતૃભાષા એટલે માતાની ભાષા, માતૃભાષા એટલે સ્નેહની ભાષા એમ માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે કોલેજની વિદ્યાર્થીની ચોટલીયા નિષ્ઠાએ માતૃભાષા વિશે સુંદર સ્પીચ રજુ કરી હતી. અને માતૃભાષાનું મહત્વ સમજાવતો વિડીયો બધા બહેનોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ભારતભૂષણ મહેશભાઈ મહેતા તથા આચાર્યશ્રી શીતલબેન મહેતા અને સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts