શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનું સમાપન
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/IMG-20240306-WA0045-1140x620.jpg)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરીને તારીખ ૨ માર્ચ સુધી ફિનિશિંગ પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રથમ રાઉન્ડમાં લાઈફ સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં રુહીબેન રાઠોડ અમદાવાદથી આવ્યા હતા તેમજ બીજા રાઉન્ડમાં સ્પોકન ઇંગલિશ કાર્યક્રમમાં જયપુરથી રશ્મિબેન પંજાબી દ્વારા વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમાં કુલ ૫૨ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપનમાં રશ્મિબેન તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચાવડાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા ડો. રુકસાના બહેન કુરેશી કો-ઓર્ડીનેટરની ભૂમિકા અદા કરી હતી. વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહપુર્વક જોડાયેલ કાર્યક્રમ ગુજરાત ગવર્મેન્ટ કેસીજી આયોજિત હતો
Recent Comments