શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત અને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર શ્રી ગ્રામસેવક કેન્દ્ર ખડસલી પશુપાલન પોલિટેકનિકનો એનએસએસ શિબિર ઘાંડલા મુકામે યોજવામાં આવ્યું જેમાં સૌપ્રથમ એનએસએસના વિધાર્થી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી ત્યારબાદ સ્થાનિક સરપંચ કાળુભાઈ તેમજ મોહનબાપા તેમજ શામળાભાઈ તેમજ બદરૂભાઈ તેમજ શાળાના હરેશભાઈ પંડ્યા તેમજ ઉપસ્થિત ગ્રામજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી એનએસએસ શિબિર કેમ્પને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિટેકનિકના પ્રિન્સિપાલ ડોક્ટર કુણાલ બદાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું અને એનએસએસ શિબિર અંગેના કામગીરી તેમજ મહત્વ વિશે માહિતગાર કર્યા તેમજ આવેલ તમામ મહેમાનોનું સુતરની આંટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
ત્યારબાદ પોલિટેકનિક વિદ્યાર્થી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તૈયાર કરેલ ગીત રજૂ કરવામાં આવ્યું અને સરપંચ દ્વારા પણ શિબિરને લગતા અભિપ્રાય તેમજ કામગીરી અંગે માહિતગાર કરવામાં આવેલ. પ્રોગ્રામ ઓફિસર તરીકે ડોક્ટર ગઢવી ડોક્ટર બદાણી તેમજ ડોક્ટર બલદાણીયા જહેમત ઉઠાવી રહ્યા છે . આ કેમ્પ દરમિયાન શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડોક્ટર ટીમ દ્વારા આરોગ્ય કેમ્પ જેમાં ડાયાબિટીસ બીપી અનેકવિધ રોગો સારવાર કેમ્પ પણ ગોઠવવામાં આવશે ત્યારબાદ પશુ ચિકિત્સા કેમ્પ પણ આ શિબિર દરમિયાન ગોઠવવામાં આવશે તેમ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કુણાલ એમ બદાણી દ્વારા જણાવવામાં આવેલ તેમજ ગ્રામજનોને સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Recent Comments