ચૈત્ર માસનો પ્રારંભ થયો. આ ચૈત્રી નવ રાત્રિ દરમિયાન ઉપવાસ, એકટાણા, અનુષ્ઠાન વગેરે ધાર્મિક વિધિ સાધના ભાવિક જનો દ્વારા કરવામાં આવશે. આ દરમિયાન રામનવમીનો તહેવાર પણ હવે ખૂબ ઢુકડો છે ત્યારે સાવરકુંડલા શહેરમાં આ પર્વને રંગે ચંગે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવવા માટે અહીં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ અનુસંધાને અહીં પોસ્ટ ઓફિસ રોડ પર મીના સ્ટુડિયો પાસે આવેલ રામજન્મોત્સવ સમિતિની કાર્યાલય ખાતે ધર્મપ્રેમી જનતા આ પર્વને ઉજવવા માટે અહીંથી ધજા, ગાડી ધજા, પતાકા, દોરી શોભાયાત્રા સંદર્ભેનું સાહિત્ય ઓફિસ પરથી સૌ ધર્મપ્રેમી લોકોને મેળવી લેવા અને આ જન્મોત્સવ સમિતિ આયોજિત રામનવમીના પાવન પર્વ નિમિત્તે નીકળતી ભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવા રામજન્મોત્સવ સમિતિના પ્રમુખશ્રીએ તમામને જાહેર હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. અને તારીખ ૯-૪-૨૪ના રોજ અહીં પોસ્ટ ઓફિસ રોડ, મીના સ્ટુડિયોની બાજુમાં આવેલ રામજન્મોત્સવ કાર્યાલય ખાતે રાત્રે નવ કલાકે સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠનુ આયોજન કરવામાં આવ્યું છે આ તકે સાવરકુંડલા શહેરના સૌ સનાતની ભાઈઓ, બહેનો, શહેરીજનો તથા વિવિધ મંડળોના સભ્યોએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આ કાર્યક્રમમાં અચૂક પધારવા આ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. તેમ સતીષ પાંડેએ એક યાદીમાં જણાવ્યું હતું.
સાવરકુંડલા શહેરમાં આગામી રામનવમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે અહીં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


















Recent Comments