ગુજરાત

સુરત ભગવતી કૃપા સોસાયટી ની બહેનો ની અન્નદાન મુહિમ મનોદિવ્યાગો માટે ૯૦૦ ભાખરી ઓ અર્પણ કરાય

સુરત ની ભગવતી કૃપા સોસાયટી ની માતા બહેનો અને દીકરીઓ નું ભગવદીય કાર્ય ની સેવા સુવાસ “દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ” સેવા એ જ સાચી ભક્તિ ભક્તિ દ્વારા એકતા એકતા દ્વારા અન્નદાન મહાદાન અભિયાન જોત જોતા માં ભગવતી કૃપા સોસાયટી માં ઘેર ઘેર પહોંચી ગયું અન્નદાન અભિયાન ના સૂત્રને જીવંત રાખીને સુરતના આશીર્વાદ માનવ મંદિર આશ્રમ ધોરણ પારડી કામરેજ સુરત ના આશ્રિત ૭૦૦ થી વધુ મહા પ્રભુજીઓ માટે  ભગવતી કૃપા સોસાયટી મહિલા મંડળ દ્વારા ૯૦૦ નંગ ગરમાગરમ ભાખરી ઓ બનાવીને પ્રેમપૂર્વક અર્પણ કરવામાં આવી.

આહાર જ વિચાર પ્રદાન કરતા છે એક મા પોતાના સંતાન માટે જેટલા વ્હાલથી રોટલો ઘડે, એટલા જ વ્હાલ અને ભાવથી દરેક બહેને ભાખરી તૈયાર કરી. આ ભાખરીમાં લોટ નહીં, માતૃત્વનો ભાવ ભળેલો હતો.આ સેવા યજ્ઞમાં તન, મન, ધનથી જોડાયેલી દરેક માતા-બહેનના ચરણોમાં વંદન તમારી હથેળીના સ્પર્શથી બનેલી ભાખરી એ પ્રભુજીઓ માટે પ્રસાદ બની.સૌ સેવાભાવી બહેનોને દિલથી સલામ નારીશક્તિને વંદન, સેવાશક્તિને વંદન કરતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓએ આ અન્નદાન અભિયાન દરેક માટે પ્રેરણાત્મક રૂપ બને તેવી છે 

Related Posts