તળાજા પંથકમાં આજ બપોર બાદ મેઘરાજાની ધામધૂમપૂર્વક પધરામણી થઈ હતી. આથી સર્વત્ર ખુશીની લાગણી ફેલાય છે. આજના વરસાદથી વાવણી જોગ વરસાદ થયો હતો.
વરસાદ પહેલાના દિવસોમાં કપાસ, મગફળી, જુવાર વગેરે પાકો ઉછેરનાર ખેડૂતો માટે પણ આજના વાવણી જોગ વરસાદથી ખૂબ ફાયદો થશે.
આજના ભરપૂર વરસાદ થી ગામના નદી નાળા છલોછલ થયા હતા.
ઘણો લાંબો સમય રાહ જોવરાવ્યા બાદ મોડે મોડે પણ આજે પડેલા સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી.
આજુબાજુના ગામો ઠાડચ, ટાઢાવડ,ઘાટરવાળા વગેરે ગામોમાં પણ સારા વરસાદના સમાચાર છે.


















Recent Comments