અમરેલી

સાવરકુંડલા શહેરની મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર ૨ માં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા 

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ શ્રી બ્રાંચ શાળા નંબર ૨  કન્યા શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા ,જેમાં ધોરણ ત્રણ થી પાંચની નાની દીકરીઓની ચોથી એપ્રીલ ૨૦૨૪ થી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ તેમને ગોળથી મોટું મીઠું કરાવી ચાંદલો કરી અને પેન્સિલ આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડ અને એસએમસીએ આપી.  ધોરણ છ થી આઠની મોટી દીકરીઓની તારીખ ૧૩ એપ્રિલથી પરીક્ષા શરૂ થઈ તેમને પણ ગોળથી મોટું મીઠું કરી ,ચાંદલો કરી અને પેન દરેક દીકરીઓને આચાર્યાશ્રી ભારતીબેને  આપી, દર વર્ષેના જેમ આ વર્ષે પણ ધોરણ ૮  ની દીકરીઓ જે આ  શાળામાંથી વિદાય લે છે,તેમના હાથના પંજાની છાપ ધોરણ આઠની વિદાય લેતી દિકરીઓના “મારી લાડકી રે પ્રોજેક્ટ “અંતર્ગત પ્રોજેક્ટ ફાઇલ તૈયાર કરવાંમા આવે છે,દરેક ધોરણ આઠની દીકરીઓ જે છે તેમને     શાળાંત પ્રમાણપત્ર આચાર્યાશ્રી અને એસએમસી દ્વારા આપવામાં આવ્યું હતું,અને એ દીકરીઓના તમામ ડોક્યુમેન્ટસ રાખી અને તેની હાથના પંજાની છાપ યાદી સ્વરૂપે  શાળાએ  એક પ્રોજેક્ટ અંતર્ગત ફાઈલિંગ કરેલ એલીમેન્ટરી એકઝામ ચિત્ર સ્પર્ધાની અંદર જે દીકરીઓના એ ગ્રેડ અને બી ગ્રેડ  આવ્યા છે, તેમને પણ પ્રમાણપત્ર સી.આર.સી. આચાર્યાશ્રી દ્વારા આપવામાં આવેલ. તેમ આચાર્યાશ્રી ભારતીબેનની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts