ગત રવિવારે દેશભરના ૫૫૭ શહેરોમાં અને ૧૪ વિદેશી શહેરોમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા દ્ગઈઈ્ ેંય્ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતી. જો કે, નિટ (દ્ગઈઈ્)નું પ્રશ્નપત્ર લીક થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ પેપર લીકનો મામલે મોટો ઉહાપોહ મચ્યો છે. જો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ)એ પીપરલીકના દાવાને નકાર્યો છે.
આ વર્ષે, દ્ગઈઈ્ ેંય્ માટે રેકોર્ડ ૨૩ લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાં ૧૦ લાખથી વધુ છોકરાઓ, ૧૩ લાખથી વધુ છોકરીઓ અને ૨૪ વિદ્યાર્થીઓ ‘થર્ડ જેન્ડર’ હેઠળ નોંધાયેલા હતા. જો આપણે રાજ્ય મુજબ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૩,૩૯,૧૨૫ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી ૨૭૯૯૦૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજસ્થાનના ૧,૯૬,૧૩૯ વિદ્યાર્થીઓએ દ્ગઈઈ્ ેંય્ ૨૦૨૪ માટે નોંધણી કરાવી હતી. દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો, તામિલનાડુમાંથી ૧૫૫૨૧૬ અરજદારોએ નોંધણી કરાવી હતી જ્યારે કર્ણાટકમાંથી ૧૫૪૨૧૦ અરજદારોએ નોંધણી કરાવી હતી.
દ્ગઈઈ્ ેંય્ ૨૦૨૪ નું પેપરલીકની આશંકા પર પટના પોલીસે રવિવારે રાત્રે અનેક સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ અંગે માહિતી આપતાં પટના એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે દ્ગઈઈ્ ેંય્ પરીક્ષાના પ્રશ્નપત્ર લીકના મામલામાં ગુપ્ત માહિતીના આધારે હ્લૈંઇ નોંધવામાં આવી છે. પટના પોલીસ આ મામલામાં કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. મોડી રાત સુધી અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. પટના એસએસપી રાજીવ મિશ્રાના જણાવ્યા અનુસાર, સિકંદર યાદવ સહિત અન્ય ચાર લોકો પેપર લીક કરવામાં રોકાયેલા હતા. એવી શંકા છે કે આરોપીઓએ પટનાના ઘણા કેન્દ્રો પર પેપર સોલ્વર લગાવ્યા હતા અને તેમની પાસે પહેલાથી જ પ્રશ્નપત્રો હતા. પોલીસ દરેક મુદ્દા પર તપાસ કરી રહી છે.
એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો કે જ્યારે નિરીક્ષક ભૂલ પર કાર્યવાહી કરી શકે ત્યાં સુધીમાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા હોલમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. જેના પગલે સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર ફરતું થયું હતું. મીડિયા અહેવાલ મુજબ દ્ગ્છના વરિષ્ઠ નિયામક સાધના પરાશરના જણાવ્યા અનુસાર, કેન્દ્રમાં સમસ્યાનો સામનો કરનારા તમામ ૧૨૦ ઉમેદવારો માટે પરીક્ષાઓ પાછળથી ફરી લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એક જ શિફ્ટમાં આ પરીક્ષા આપી હતી જે બપોરે ૨ વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજે ૫.૨૦ વાગ્યા સુધી ચાલી હતી. આ વર્ષની પરીક્ષા માટે રેકોર્ડ સંખ્યામાં ૨૩ લાખ વિદ્યાર્થીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે.
Recent Comments