ગુજરાત

ભાજપના રાજ્યસભાનાસાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

જ્યસભાનાસાંસદ રામ મોકરિયાની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ અમરેલી પરસોત્તમરૂપાલાને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. તેમને ગરમીના લીધે ડીહાઇડ્રેશન થયું હોવાનું પ્રાથમિક તારણ છે. ડોક્ટરોએ તેમની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી છે.

રામ મોકરિયા અમરેલીથી રાજકોટના માર્ગ પર હતા ત્યારે જ તેમની તબિયત બગડી હતી. તેમને તાકીદના ધોરણે આટકોટનીકે.ડી. પરવડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડી હોવાનું જાણ થતાં જ ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પરસોત્તમરૂપાલાને પણ આ અંગેની જાણ થતાં તેઓ પણ મતદાન કરીને તરત જ રાજકોટથી તરત ત્યાં દોડ્યા હતા. તેમણે તેમની ખબર અંતર પૂછી હતી તથા વહેલામાં વહેલી તકે સાજા થવા જણાવ્યું હતું. તેની સાથે હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ તેમની તબિયત અંગેની જાણકારી મેળવી હતી.

Related Posts