રાષ્ટ્રીય

એનટીપીસીએ નાણાકીય વર્ષ ૨૪ના ઓડિટેડ પરિણામો જાહેર કર્યા; એનટીપીસી ગ્રૂપના ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં ૬ ટકાનો વધારો, પીએટીમાં ૨૫ ટકાનો વધારો

૭૬,૦૧૫ મેગાવોટની સ્થાપિત જૂથ ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી એનટીપીસી લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨૪ મે, ૨૦૨૪ના રોજ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.એનટીપીસી ગ્રૂપે નાણાકીય વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીનું સૌથી વધુ ર્વાષિક વીજ ઉત્પાદન ૪૨૨ અબજ યુનિટ નોંધાવ્યું હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૩૯૯ અબજ યુનિટ હતું, જે ૬ ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં એનટીપીસીનું સ્ટેન્ડઅલોન ગ્રોસ જનરેશન ૩૬૨ અબજ યુનિટ હતું, જે અગાઉના વર્ષની ૩૪૪ અબજ યુનિટની સરખામણીએ ૫ ટકા વધ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન એનટીપીસીના કોલસા સ્ટેશનોએ રાષ્ટ્રીય સરેરાશ ૬૯.૪૯ ટકા તુલનાએ ૭૭.૨૫ ટકા પ્લાન્ટ લોડ ફેક્ટર હાંસલ કર્યું છે.સ્ટેન્ડઅલોન ધોરણે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે એનટીપીસીની કુલ આવક ? ૧,૬૫,૭૦૭ કરોડ હતી, જે અગાઉના વર્ષની કુલ આવક ? ૧,૬૭,૭૨૪ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૪ માટે કરવેરા પછીનો નફો હતો ? ૧૮,૦૭૯ કરોડ રૂપિયા જેની સામે નાણાકીય વર્ષ ૨૩માં ? ૧૭,૧૯૭ કરોડ રૂપિયા હતો, જે ૫%નો વધારો દર્શાવે છે.

કોન્સોલિડેટેડ ધોરણે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ગ્રૂપની કુલ આવક ? ૧,૮૧,૧૬૬ કરોડ હતી, જે અગાઉના વર્ષની કુલ આવક ? ૧,૭૭,૯૭૭ કરોડ હતી, જે ૨ ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે જૂથનો કરવેરા પછીનો નફો હતો ? ૨૧,૩૩૨ કરોડ, જે અગાઉના વર્ષના પીએટી ? ૧૭,૧૨૧ કરોડ હતો જે ૨૪.૬૦ ટકાનો વધારો દર્શાવે છે.

નાણાકીય વર્ષ ૨૪ માટે બોર્ડે આગામી ર્વાષિક સાધારણ સભામાં શેરધારકોની મંજૂરીને આધિન પ્રતિ ઇક્વિટી શેર ? ૩.૨૫ અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. નવેમ્બર ૨૦૨૩ અને ફેબ્રુઆરી ૨૦૨૪ના મહિનામાં રોકાણકારોને ઇક્વિટી શેર દીઠ ૪.૫૦ પ્રતિ ઇક્વિટી શેર વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન કુલ ડિવિડન્ડ ? ૭.૭૫ પ્રતિ ઈક્વિટી શેર હશે, જ્યારે ગત વર્ષે ? ૭.૨૫ પ્રતિ ઈક્વિટી શેર હતું. કંપની દ્વારા ડિવિડન્ડ ચુકવણીનું આ સતત ૩૧મું વર્ષ છે.

Related Posts