ગુજરાત

ફાયર સુવિધાના મામલે વડોદરા મહાનગર પાલિકા આવ્યું એક્શનમાં

વડોદરા મહાનગર પાલિકા (વીએમસી) દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વીએમસી ના અધિકારીઓ દ્વારા ૧૬૧ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ફાયર સુવિધાના મામલે વીએમસીએ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજમહેલ રોડ પર કોર્પોરેશને ફાયર એનઓસી ન ધરાવતી દુકાનોને સીલ કરવાની કામગીરી આદરી હતી. ફાયર વિભાગે કોમ્પ્લેક્સની ૧૬૧ દુકાનો સીલ કરી હતી. ફાયર સુવિધા ન ધરાવતી દુકાનો સીલ કરવામાં આવી હતી. આ અંગે વીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાનોનું સીલ દૂર કરવું હોય તો આ દુકાનોના માલિકોએ ફાયર એનઓસીના નિયમોનુ પાલન કરવું પડશે. તેના સાધન વસાવવા પડશે જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ના સર્જાય.

Related Posts