સાવરકુંડલા ની નંબર 1 શાળા એમ.એલ.શેઠ સ્કૂલ માં દર શનિવારે સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ “Bagless Saturday” ની ઉજવણી દર શનિવારે થઈ રહી છે. આ દિવસની શરૂઆત શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી વિનુભાઈ રાવલ દ્વારા કવાયત સાથે થાય છે. ત્યાર બાદ, વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમ કે રમતગમત, નૃત્ય,પેઇન્ટિંગ,પર્સનાલિટી ડેવલોપમેન્ટ,પેપર કટીંગ,રંગોળી,પિકનિક,માટીકામ,બાગાયત,વેસ્ટ માંથી બેસ્ટ,ક્વિઝ, ડીબેત, ક્રીડાંગણ. આ દિવસે વિદ્યાર્થીઓએ ભણવા સાથે બિનશૈક્ષણિક કૌશલ્યો પણ શીખવા મળે છે, જેનાથી તેઓના સર્વાંગી વિકાસમાં સહાય મળે છે.અભ્યાસક્રમ બહારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ટીમ વર્ક ની ભાવના વિકસે છે. શિક્ષકો પણ આ પ્રવૃત્તિઓમાં સાથે સહભાગી થાય છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.આ દિવસના અંતે શાળા ના કેમ્પસ ડાયરેક્ટર / પ્રિન્સિપાલ સંદીપ કુમાર ખડદિયા તથા શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે મળીને દિવસની સમીક્ષા કરે છે અને તેમના અનુભવ શેર કરે છે. “Bagless Saturday” નો ઉદ્દેશ વિદ્યાર્થીઓના આંતરિક ટેલેન્ટને બહાર લાવવા અને શૈક્ષણિક તણાવમાંથી મુક્તિ મેળવવાનો છે.
એમ.એલ.શેઠ સ્કૂલ માં દર શનિવારે “Bagless Saturday” ની ઉજવણી

Recent Comments