હઠયોગી તપોમૂર્તી ઘનશ્યમગીરીબાપુ નાં સાનિધ્ય માં શ્રી લટુરીયા હનુમાનજી મંદિર ખાતે ઉજવાશે ગુરૂપૂર્ણિમા
દામનગર શહેર નાં ઢસા રોડ ખાતે બિરાજતા લટુરિયા હનુમાનજી મદિર ખાતે હઠયોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરિ બાપુ નાં સાનિધ્યમાં માં ભવ્ય રીતે ઉજવાશે ગુરુ પૂર્ણિમા નું પાવન પર્વ વર્ષો સુધી ખડેપગે કઠોર તપ થી ખડેશ્વરી ની ઉપલબ્ધિ મેળવનાર સિદ્ધ સંત શ્રી ઘનશ્યામગિરિબાપુ ની ઉપસ્થિતિ માં વ્યાસ પૂર્ણિમા નાં પર્વ ને લઇ તડામાર તૈયારી ઓ સમસ્ત સેવક પરિવારો માં અદમ્ય ઉત્સાહ સાથે ગુરુપૂર્ણિમા ની ઉજવણી થશે સમગ્ર દિવસ દરમ્યાન શ્રદ્ધાળુ ભાવિકો નો અવિરત પ્રવાહ ભજન ભોજન પૂજન અર્ચન દર્શન નો મેળવશે લ્હાવો સમસ્ત લટુરિયા હનુમાનજી સેવક સમુદાય માં અનેરો ઉત્સાહ ભજન ભોજન ની અવિરત સરવાણી ધરાવતા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ માં હજારો શ્રદ્ધાળુ ભાવિકો માટે ભોજન પ્રસાદ ની તડામાર તૈયારી ઓને આખરી ઓપ અસંખ્ય નામી અનામી અલખ આરાધકો ની ઉપસ્થિતિ માં યોજાશે ભવ્ય સંતવાણી કાર્યક્રમ ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા શ્રી લટુરિયા હનુમાનજી મદિરે ગુરુપૂર્ણિમા નાં પાવન પર્વે એ અવિરત માનવ પ્રવાહ માટે ભોજન પ્રસાદ નું ભવ્ય આયોજન અસંખ્ય સ્વયંમ સેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે
Recent Comments