સવારના સમયે નદી કિનારે કાર પાર્ક કરી કપલ પ્રેમમાં મગ્ન થયુ, બાદમાં થયું એવુ કે કાર નદિમાં ખાબકી ગઇ!
ક્યારેક મજા સજા બની જાય છે. નદી કિનારે એક કારમાં કપલ સેક્સ માણવામાં વ્યસ્ત હતું ત્યારે રેન્જ રોવર કાર નદીમાં પડી હતી. ફિલાડેલ્ફિયા નદીમાં કાર પડી ત્યારે કપલ પાછળની સીટમાં અંતરંગ પળો માણી રહ્યું હતું. આ ઘટના બુધવારે સવારે બની હતી. બંને જણા પ્રેમમાં મગ્ન હતા ત્યારે અકસ્માતે કોઈનો પગ પાછળના ગિયર પર ગયો અને કાર નદીમાં પડી. ફિલાડેલ્ફિયા પોલીસે જણાવ્યું હતું કે બુધવારે, ૨૮ ઓગસ્ટના રોજ એક દંપતી તેમના રેન્જ રોવરમાં ફેરમાઉન્ટ પાર્કમાં ઘૂસી ગયું હતું. આ પાર્ક જીષ્ઠરેઅઙ્મૌઙ્મઙ્મ નદીને કિનારે છે.
સ્થાનિક સમય મુજબ સવારે લગભગ ચાર વાગ્યે દંપતીએ નદીના કિનારે પાર્કમાં તેમની કાર પાર્ક કરી અને તેમાં પ્રેમ કરવાનું શરૂ કર્યું. બેકસીટ પર સેક્સ દરમિયાન કપલમાંથી કોઈએ બેક ગિયર પર પગ મૂક્યો. કારમાં હાજર દંપતીને તેનો ખ્યાલ ન આવ્યો અને કાર રિવર્સ ગિયર પડતાં જ કાર નદીમાં ખાબકી હતી. કાર નદીમાં ખાબક્યા પછી દંપતીએ ડહાપણ બતાવ્યું અને કોઈક રીતે દરવાજાે ખોલીને બહાર નીકળી ગયા. બંને યુગલો પાણીમાં હતા તેવી જ સ્થિતિમાં તરીને કિનારે પહોંચ્યા હતા. બાદમાં રેસ્ક્યુ ટીમ આવી અને સવારે ૯ વાગ્યા સુધીમાં કારને નદીમાંથી બહાર કાઢી શકાઈ. પોલીસે કહ્યું કે દંપતી સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં.
Recent Comments