fbpx
ભાવનગર

ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓ.બેન્ક લી. ના ગૌરવવંતા ચેરમેન પદે રસિકભાઈ ભિંગરાડીયા ની સર્વાનુમતિએ નિયુકિત 

ઉમરાળા ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ના ટ્રસ્ટી અને હાલમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા  રસિકભાઈ એ. ભીંગરાડિયા ની તા.૬/૯/૨૦૨૪ ના રોજ ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓ. બેન્ક લી. ના ગૌરવવંતા ચેરમેન પદ ૫૨ સર્વાનુમતિએ નિયુકિત થવા બદલ તેઓશ્રીનું હોસ્પિટલનાં પૂર્વ પ્રમુખશ્રી ખીમજીભાઈ દેવાણી, ઉપપ્રમુખશ્રી બી.એલ. રાજપરા, ટ્રસ્ટીશ્રી લવજીભાઈ નાકરાણી, સુપ્રિ. ડો.શ્રી જયેશ પટેલ સાહેબ, એડમીનશ્રી પ્રશાંત પંડયા, કન્સલ્ટન્ટ ડોકટરો, મેડીકલ ઓફિસરો તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ પરિવાર દ્વારા ફુલહાર તથા પુષ્પગુચ્છ દ્વારા સન્માન ક૨વામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે  રસિકભાઈ ભીંગરાડિયા હોસ્પિટલનાં નિર્માણથી આજ સુધી વહીવટી જવાબદારી સંભાળી ૨હયા છે. છેલ્લા ૩૫ વર્ષથી જિલ્લાનાં વિવિધ રાજકીટ હોદ્દા ઉપર નિષ્ઠા પૂર્વક જનતાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં સક્રિય ભુમિકા ભજવી ૨હયા છે. ભાવનગર જિલ્લા સહકારી બેન્ક ના ચેરમેનપદ ની પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં જવલંત સફળતા મેળવવા બદલ સમગ્ર હોસ્પિટલ પરિવાર ખુબ ખુબ અભિનંદન સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરો તેવી હોસ્પિટલનાં પ્રણેતા ૫.પૂ. સગુરૂદેવશ્રીને પ્રાર્થના સહ શુભેચ્છા પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/