fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવાઓને રોજગારી માટે વિકલ્પ મળી રહે તેવા હેતુથી અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આગામી તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં વિવિધ દ્વારા કંપની ટ્રેઇની, પ્લા‍ન્ટ મેઇનટે‍ન્સ, વીમા એજન્ટ, બિઝનેસ ડેવલોપમે‍ન્ટ મેનેજર, ફાઇનાન્સિયલ કન્સલટન્ટની જગ્યા માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને  ધો.૧૦ અને ધો.૧૨ આઇ.ટી.આઇ, ડિપ્લોમા, એક્સ આર્મી મેન, આઇ.ટી.આઇ. ઇન ઇલેક્ટ્રિશ્યન, વેલ્ડર, ફિટર, ડિપ્લોમા, ધો.૧૨ પાસ, સ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી યોજાનાર ભરતી મેળામાં જોડાઇ શકાશે.

ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ (૦૨૭૯૨) ૨૨૩૩૯૪, dee-amr@gujarat.gov.in નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/