ઘોડા ને લીલા ચશ્માં પહેરાવી સુકા ને લીલું બતાવવા સાવરકુંડલા પધારતા મુખ્યમંત્રી નું શાબ્દિક સ્વાગત કરતા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય
ઘોડા ને લીલા ચશ્માં પહેરાવી સુકા ને લીલું બતાવવા સાવરકુંડલા પધારતા મુખ્યમંત્રી નું શાબ્દિક સ્વાગત કરતા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યઆગામી તા. ૨૦/૦૯/૨૦૨૪ નાં રોજ સાવરકુંડલા ના ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજય નાં મુખ્યમત્રી ને મૃગજળ જમા કામોના ખાતમૂહર્ત માટે આમંત્રણ ને ધ્યાને લઈને સાવરકુંડલા માં પધારી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત છે. પરંતુ ભૂતકાળ માં પ્રધાનમંત્રી ગતિશક્તિ અંતર્ગત ગુજરાત નાં ૫૪ જેટલા રેલ્વે બ્રીજ અને રેલ્વે સ્ટેશન નાં પ્રધાનમંત્રી હસ્તક ઓનલાઈન ખાતમૂહર્ત કરવામાં આવેલ અને તેમની પાછળ મોટી મોટી જાહેરાતો કરવામાં આવેલ હતી પરંતુ આ ગતિશીલ સરકાર નાં સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા લોકોમાં ભ્રમ અને ગુમરાહ ફેલાય તેવા આશય થી માન. પ્રધાનમત્રી નાં હસ્તે થયેલ ખાતમૂહર્ત નું પુનરાવર્તન કરીને મુખ્યમંત્રી ના હસ્તે ખાતમુહૂર્ત કરીને આમ જનતા ને ગુમરાહ કરવા માટે પધારી રહ્યા છે,
ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા રાજકીય પ્રોટોકોલ ને તોડી આમ જનતા ની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે પરંતુ સાથોસાથ પોતાની સરકાર સાથે પણ વિશ્વાસઘાત કરી રહ્યા છે. મુખ્યમત્રી શ્રી દ્વારા નવા ખાતમૂહર્ત કરવાની સાથે રોડ રસ્તા જે અતિ બિસ્માર હાલતમાં છે, અને અમરેલી જીલ્લા માં બનતા નવા રોડ રસ્તા સારી ગુણવતા થી કામ કરવામાં આવેતો પણ આમ જનતા માટે સારી વાત કહેવાઈ તેમજ પ્રધાનમંત્રી નાં હાથે થયેલા ખાતમૂહર્ત/ લોકાર્પણ ના કામો ને મુખ્યમંત્રી ના હાથે એજ કામનું ખાતમૂહર્ત કરવું રાજકીય પ્રોટોકોલ નો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. ત્યારે આ આલિયાની ટોપી માલ્યા ને પહેરાવી ને અંતે લુટાઈ તો આમ જનતા રહી છે, ૩૦ વર્ષ નાં સાશન માં લોકોને ખુબજ ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. પણ પોતાની સરકાર ને તો ગુમરાહ કરવાનું બંધ કરો. આમ મુખ્યમંત્રી શ્રી સાવરકુંડલા નાં આગણે પધારતા તેમનું શાબ્દિક સ્વાગત કરતા પ્રતાપ દુધાત પૂર્વ-ધારા સભ્ય તેમજ પ્રમુખ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ
Recent Comments