અમરેલી

તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦-‘સ્મોક ફ્રી વિલેજ’નો ઠરાવ

તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન (ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન) ૨.૦ અન્વયે જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૪ સુધી ખાસ અભિયાન છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસભા યોજાઇ હતી, સ્મોક ફ્રી વિલેજ એટલે કે ધુમ્રપાન મુક્ત ગામનાં માપદંડોના અમલીકરણ માટે જિલ્લાના તમામ ગામોમાં ‘સ્મોક ફ્રી વિલેજ’નો ઠરાવ કરવામાં આવ્યો હતો.ગ્રામસભામાં ઉપસ્થિત લોકોએ તમાકુની તમામ બનાવટોથી મુકત થવા અને સમાજ પણ તમાકુના દુષણથી મુક્ત થાય તે માટે યોગદાન આપવા તમાકુ નિષેધનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વ્યસનમુક્તિ લઘુ શિબિર, શાળા કોલેજોમાં તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાની અમલવારી કરવી ઉપરાંત યુવા ધનને જાગૃત્ત કરવા અર્થેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે, તેમટોબેકો કંટ્રોલ નોડલ ઓફિસર શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts