રાજ્યમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અંતર્ગત નશાબંધી સપ્તાહની ઉજવણી શરુ છે. રાજ્યના વિકાસમાં અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન મળી શકે તે માટે દારુનું સેવન બીડી, સિગારેટ સહિતનીતથા અન્ય કુટેવોથી નાગરિકોને થતાં નુકશાન સામે જાગૃત્ત કરવા, વ્યસનોની કુટેવમાંથી નાગરિકો મુક્ત થઇ શકે તે માટે તેમનામાં જાગૃત્તિ લાવવાનું કાર્ય ઘનિષ્ટ રીતે થાય તે જરુરી છે.
આ અભિયાનના ભાગરુપે અમરેલી જિલ્લામાં તા.૦૨ ઓક્ટોબર થી તા.૦૮ ઓક્ટોબર દરમિયાન જિલ્લા નશાબંધી ખાતા દ્વારા નશાબંધી સમિતિના અધ્યક્ષ-વ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા નશાબંધી સમિતિના સભ્ય સચિવશ્રી-વ-નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી દ્વારા લોક જાગૃત્તિના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકડાયરા, વકતૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે.
તા.૦૪ ઓક્ટોબર, ૨૦૨૪ શુક્રવારબપોરે ૩.૦૦ કલાકે સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે લોકડાયરો યોજાશે. રાત્રે ૮.૩૦ કલાકે ખાંભા તાલુકાના કોદીયા ગામે લોકડાયરા સાથે નશાબંધી વિષયક સમજણ આપવામાં આવશે. તા.૦૫ ઓક્ટોબર, ૨૦૨૪ શનિવાર બપોરે ૩.૦૦ કલાકે અમરેલી સ્થિત માતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે રાસ ગરબા હરિફાઈ, નશાબંધી વિષયક વકતૃત્વ સ્પર્ધા યોજાશે. રાત્રે ૮.૦૦ કલાકે ધારી તાલુકાના ઢોલરવા ગામે નશાબંધી વિષયક નાટક યોજાશે.
તા.૦૬ ઓક્ટોબર, ૨૦૨૪ રવિવાર સવારે ૧૧.૦૦ કલાકે અમરેલી શહેરના જાહેર સ્થળોએ સાહિત્ય વિતરણ દ્વારા નશાબંધી સપ્તાહની લોક જાગૃત્તિ પ્રસરાવવામાં આવશે. બપોરે ૩.૦૦ કલાકે બાબરા તાલુકાના ભીલડી ગામે લોક ડાયરો અને રાવણ હથ્થા વાદ્ય સાથે નશાબંધી વિષયક સમજણ આપવામાં આવશે. રાત્રે ૮.૦૦ કલાકે બગસરા તાલુકાના સમઢિયાળા ગામે નશાબંધી વિષયક નાટક યોજાશે.
તા.૦૭ ઓક્ટોબર, ૨૦૨૪ સોમવારે સવારે ૧૧.૦૦ કલાકે અમરેલી મુકામે નશાબંધી વિષયક નારી સંમેલન યોજાશે. બપોરે ૩.૦૦ કલાકે લાઠી તાલુકાના દામનગર મુકામે લોક ડાયરો અને રાવણ હથ્થા વાદ્ય સાથે નશાબંધી વિષયક સમજણ આપવામાં આવશે. રાત્રે ૮.૦૦ કલાકે બાબરા તાલુકાના ઈંગોરાળા ગામે નશાબંધી વિષયક નાટક યોજાશે.
તા.૦૮ ઓકટોબર, ૨૦૨૪ મંગળવારે સવારે ૧૧.૩૦ કલાકે અમરેલી ડેરી સાયન્સ કોલેજ ખાતે દારુના દૈત્યનું દહન તથા નશાબંધી વિષયક વકતૃત્વ સ્પર્ધા, ઈનામ વિતરણ થશે. બપોરે ૩.૦૦ કલાકે સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે લોક ડાયરો અને રાવણ હથ્થા વાદ્ય સાથે નશાબંધી વિષયક સમજણ આપવામાં આવશે. રાત્રે ૮.૩૦ કલાકે અમરેલી તાલુકા ગિરિયા ગામે નશાબંધી વિષયક નાટક યોજાશે.
Recent Comments