લેબનોનના હિઝબુલ્લાહ વિદ્રોહી જૂથે નઈમ કાસિમને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. હસન નસરાલ્લાહના મૃત્યુના લગભગ એક મહિના બાદ હિઝબુલ્લાએ પોતાનો નેતા પસંદ કર્યો છે. હસન નસરાલ્લાહ ગયા મહિને ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હિઝબુલ્લાએ એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે નઈમ કાસિમ જૂથમાં હસન નસરાલ્લાહનું સ્થાન લેશે. કાસિમ લાંબા સમયથી નસરાલ્લાહના સહાયક તરીકે કામ કરી રહ્યો હતો અને તેના મૃત્યુથી તે હિઝબુલ્લાહના કાર્યકારી નેતા તરીકે કામ કરી રહ્યો હતો. હસન નસરાલ્લાએ લગભગ ત્રણ દાયકા સુધી આ જૂથનું નેતૃત્વ કર્યું. નસરાલ્લાહના નેતૃત્વ દરમિયાન, હિઝબુલ્લાએ લેબનોનમાં તેના મૂફ્રિયા મજબૂત કર્યા છે. હિઝબુલ્લાહની ર્નિણય લેતી શુરા કાઉન્સિલે લાંબી વિચાર-વિમર્શ બાદ નઈમ કાસિમને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા છે.
હિઝબુલ્લાહના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે તેઓ વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નસરાલ્લાહની નીતિઓ પર કામ કરવાનું ચાલુ રાખશે અને અલ-અક્સા અને પેલેસ્ટાઈનીઓને એકલા નહીં છોડે. નસરાલ્લાહની હત્યાને લેબનોનના શિયા સમુદાયમાં એક મોટા આઘાત તરીકે જાેવામાં આવી હતી કારણ કે ઇઝરાયેલ તેની હત્યા પહેલા જ જૂથના ઘણા વરિષ્ઠ નેતાઓની હત્યા કરી ચૂક્યું હતું. આવી સ્થિતિમાં નઈમ કાસિમ ઈઝરાયેલના હુમલાનો સામનો કરવાની સાથે પોતાના લડવૈયાઓનું મનોબફ્ર વધારવાનો પ્રયાસ કરશે. પોતાના સંગઠનના નેતાઓની હત્યા બાદ હિઝબુલ્લા દેશમાં ઈઝરાયેલની ઘૂસણખોરી સામે લડી રહ્યું છે અને દરરોજ ઈઝરાયેલની વસાહતો પર રોકેટ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, છેલ્લા ૩ દિવસમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેની લડાઈમાં ૪૮ ૈંડ્ઢહ્લ સૈનિકોના મોત થયા છે. બીજી તરફ, ઇઝરાયલે પણ લેબનોન પર તેના હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે, જેના કારણે ૧૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને ૨ હજારથી વધુ લોકોના મોત થયા છે.


















Recent Comments