અમરેલી

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૧૩ નવેમ્બરે રોજગાર ભરતી મેળો યોજાશે

 અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૧૩ નવેમ્બર,૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આઇ.ટી.આઇ કેમ્પસ, અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે. સી. બી. લિ. હાલોલ પ્લાન્ટ માટે ટીમ મેમ્બર માટે ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૧૦ અને આઈ.ટી.આઈની તકનિકી શૈક્ષણિક લાયકાત ધરાવનાર  ખાસ મહિલા ઉમેદવાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું

છે. રજિસ્ટ્રેશનલીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts