રામોલમાં પતિએ પત્નીને વાળ ખેચી ઠોર માર મારી તલવારથી હુમલો ક્યોં
રામોલમાં સાળા સાથે બનેવીને ત્રણ વર્ષ પહેલા તકરાર થઇ હતી જેની અદાવત રાખીને પતિએ તારા ભાઇની ોકાત નથી મારી સાથે ઝઘડો કરવાની તું તારા ભાઇને મદદ કરે છે કહીને પતિએ પત્નીને વાળ અને બોચી પકડીને માર મારીને તલવારથી હુમલો કર્યો હતો અને તારા ભાઇને કહેજે કે કેસમાં સમાધાન કરી લે નહી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રામોલમાં રહેતી મહિલાએ રામોલ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્રણ વર્ષ અગાઉ પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો જેથી તે પિયરમાં રહેવા જતી રહી હતી ત્યાં ફરિયાદીના પતિ સાથે જે તે સમયે સાળા સાથે ઝઘડો થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જેનો કોર્ટમાં કેસ ચાલું છે. જાે કે ત્યારબાદ સમાધાન થઇ જતા ફરિયાદી પતિ સાથે રહેવા આવી ગઇ હતી બીજીતરફ તા.૮ના રોજ પતિ કોર્ટમાં મુદતમા ગયા હતા. બીજા દિવસે એટલે કે ગઇકાલે રાતના સમયે પતિ ઘરે આવ્યો હતો અને ફરિયાદીને તારા ભાઇની ઓકાત નથી મારી સાથે ઝઘડો કરવાની તું જ તેને મદદ કરે છે તમે બન્ને મળેલા છો કહીને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. બાદમાં પતિએ વાળ અને બોેચી પકડીને પત્નીને મારી હતી તેમજ તલવાર વડે હુમલો કર્યા બાદ તારા ભાઇને કહેજે કે મારી સામે કરેલા કેસમાં સમાધાન કરી લે નહી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નાસી ગયો હતો.
Recent Comments