અંતેવાસી માટે ૧૪ વર્ષ થી અન્ન નો ત્યાગ કરનાર સુધીરજી સવાયા સન્યાસી. ઉજજેન મધ્યપ્રદેશ ખાતે માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં એમ્બ્યુલન્સ અને કોમ્પ્યુટર લોકાર્પણ સમારોહ યોજાયો
ઉજજેન મધ્યપ્રદેશ ખાતે ક્રાંતિકારી સ્વામી
માર્ગી સ્મિતજીની પાવન નિશ્રા માં અંકિત ગ્રામ સેવા આશ્રમ સેવધામ પરિસર માં લોકાર્પણ સમારોહ યોજાયો વડનગર બાયપાસ ધર્મ વડલા નવલા કાર્તિકી મેળા ગ્રાઉન્ડ ગંભીર બંધ મધ્યપ્રદેશ ખાતે અતિ ગંભીર રોગિષ્ટ પીડિત જીવવા ની જીજીવિષા જંખતા વૃદ્ધ અંતેવાસી ઓની સંસ્થાન ખાતે એમ્બ્યુલન્સ અને કોમ્પ્યુટર નું લોકાર્પણ કરાયું હતું ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં ૧૧૦૦ સો થી વધુ મહાપ્રભુજી ઓ વચ્ચે વિવિધ સેવા પ્રકલ્પો લોકાર્પણ કરાયા સેવધામ ની સેવા થી ગદગદિત થતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય જીવન નું અસ્તિત્વ ટકાવવા અનેક પ્રકાર ના સંઘર્ષો કરી ચૂકેલા ૧૧૦૦ થી વધુ વાત્સલ્ય મૂર્તિ ઓની ની અતિ રોચક કહાંની ઓ છે અસાધ્ય રોગો સાથે અતિ ગંભીર રોગ ઉપરાંત વિકલાંગતા થી પરાધીન બનેલ સ્વમાની વડીલો પાસે અનુભવ નું અણમોલ ભાથું છે સંસ્થાન ના સ્થાપક સુધીરજી એટલે જંગમી તીર્થંકર હરતીફરતી દેવ પ્રતિમા છે ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ કરાવતી સંસ્થા સેવધામ માં લોકાર્પણ સમારોહ માં દિલ્હી ના વિભાગીય અધિકારી સુનિલજી પરિવાર મુંબઈ પ્રકાશજી પરિવાર ની પ્રેરક ઉપસ્થિતિ માં સેવધામ ના સ્થાપક સુધીરજી એ સંસ્થા ના વડીલો ના ઉત્તમ જીવન માટે અનેક પ્રતિજ્ઞા નું ચુસ્ત પાલક કરી અન્ન નો વર્ષો સુધી ત્યાગ કર્યો છે ૧૪ વર્ષ થી માત્ર ફળાહાર ઉપર જ નિર્ભર છે તેની ત્યાગ સમર્પણ ની વિશેષ નોંધ લેતા સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે હું એક સન્યાસી તરીકે મંચ ઉપર થી જીવન ના અંતેવાસી ઓની સેવા ના ભેખધારી ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ સુધીરજી કરું છું અને સવાયા સન્યાસી ગણાવ્યા હતા સમાજ સેવા માટે કઠોર જીવન અપનાવવું એ આજ ના યુગ માં અસંભવ છે ત્યારે અસાધ્ય રોગિષ્ટ વડીલો માટે ત્યાગની આવી ઉચ્ચ ભાવના ની સર્વત્ર સરાહનીય છે હજારો ની જનમેદની વચ્ચે ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજી ની પાવન નિશ્રા માં વિવિધ સેવા પ્રકલ્પો નું ભવ્ય લોકાર્પણ કરાયું હતું
Recent Comments