fbpx
અમરેલી

મનપા અને નગરપાલિકાના અધિકારી- કર્મચારીઓને  PDS+ એપ્લિકેશન વડે e-KYC કરવા માટેના એક્સેસ આપવામાં આવ્યા

રાજ્યના રેશનકાર્ડ ધારકોની e-KYC કામગીરીમાં ઝડપ લાવી તેને સત્વરે પૂર્ણ કરી શકાય તે હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને PDS+ એપ્લિકેશન વડે e-KYC કરવા માટેના એક્સેસ આપવામાં આવ્યા છે.પીડીએસ પ્લસ એપ્લિકેશન વડે મહાનગરપાલિકા અને નગરપાલિકાના રજિસ્ટ્રાર (જન્મ અને મરણ) સબ રજિસ્ટ્રાર, સ્ટેટીસ્કલ આસિસ્ટન્ટ, નાયબ આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર, પબ્લિક રિલેશન ઓફિસર, ચીફ ઓફિસર, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓપરેટર તથા વાજબી ભાવના દુકાનદારો કે જેઓ સ્વેચ્છાએ e-KYCની કામગીરી કરવા માંગે છે તે તમામને PDS+ એપ્લિકેશન વડે e-KYC કરવા માટેના એક્સેસ આપવામાં આવ્યા છે.વધુમાં આ કામગીરી અંગે માર્ગદર્શન, તાલીમ બાબતે ઘટતું થાય તે માટે ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જરુરી આદેશો કરવામાં આવ્યા છે, તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત નિયામકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts