fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં તા.૦૮ ડિસેમ્બર રવિવાર રજાના દિવસે પણ આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની ઝુંબેશ શરુ રહેશે

અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા તમામ રેશનકાર્ડધારકોના આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની કાર્યવાહી ઝુંબેશ સ્વરુપે હાથ ધરવામાં આવી છે.રેશનકાર્ડધારક ત્રણ રીતે e-KYC કરાવી શકીએઃ આધાર કાર્ડ e-KYC કરવાની પ્રક્રિયા માટે (૦૧) ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી અથવા રેશનકાર્ડમાં દર્શાવવામાં આવેલી વાજબી ભાવની દુકાન ખાતે, (૦૨) તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી અથવા નગર પાલિકા કચેરીએ કરાવી શકાય છે.આ ઉપરાંત ઘરબેઠા મોબાઈલ ફોનમાં “MY RATION” એપ્લિકેશન મારફત રેશનકાર્ડધારક e-KYC કરી શકે છે. જે પ્રક્રિયા અંગે માર્ગદર્શક વીડિયોઝ યૂ-ટ્યુબ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.

e-KYC કરાવવા માટે રેશન કાર્ડનંબર, મોબાઈલ નંબર અને આધારનંબરની માત્ર વિગતો જ આપવાની છે. અન્ય કોઈ દસ્તાવેજ ઝેરોક્ષ કોપી કે બેન્ક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. આ અંગેની વધુ વિગતો કચેરીના ગામના ઈ-ગ્રામ કેન્દ્રના વી.સી.ઈ, તાલુકામાં મામલતદારશ્રીનો સંપર્ક કરવો.આ ઝુંબેશમાં અમરેલી જિલ્લાના મહતમ નાગરિકો e-KYC કરાવી શકે તે માટે તા.૦૮.૧૨.૨૦૨૪ – રવિવારની જાહેર ૨જાના દિવસે e-KYC ની કામગીરી કરતી જિલ્લાની તમામ કચેરીઓ શરુ રહેશે તેમ અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts