fbpx
રાષ્ટ્રીય

UAE હવે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ૧૫% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહ્યું છે

સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) જાન્યુઆરીથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ૧૫% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહી છે, નાણા મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી. આ પગલું ર્ંઈઝ્રડ્ઢના વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ કરારનો એક ભાગ છે, જેમાં ેંછઈ સહિત ૧૩૬ દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય મોટા કોર્પોરેશનો ૧૫%નો લઘુત્તમ કર એટલેકે ટેક્સ દર ચૂકવે છે અને કરચોરીને અટકાવે છે તેની ખાતરી કરવાનો છે. પરિણામે, યુએઈમાં કાર્યરત વ્યવસાયો માટે નવા પડકારો તેમજ તકો ઊભી થશે. કર સુધારણા એ ેંછઈ ની બિન-તેલ આવક વધારવા અને તેની કર નીતિઓને વૈશ્વિક ધોરણો સાથે સુસંગત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. નાની કંપનીઓ માટે, છઈડ્ઢ ૩,૭૫,૦૦૦ કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતી કંપનીઓને ેંછઈમાં કોર્પોરેટ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મધ્યમ અને મોટી કંપનીઓ માટે, પ્રતિ વર્ષ છઈડ્ઢ ૩,૭૫,૦૦૦ થી વધુ આવક ધરાવતી કંપનીઓ પર ૯% ના દરે કર લાદવામાં આવશે. નવા કરવેરા નિયમો ફક્ત ત્યારે જ લાગુ થશે જાે ેંછઈ માં વ્યવસાયોનું વાર્ષિક ટર્નઓવર છઈડ્ઢ ૧ મિલિયનથી વધુ હોય.ેંછઈ માં ૯% નો પ્રમાણભૂત કોર્પોરેટ ટેક્સ ૧ જૂન, ૨૦૨૩ થી અમલમાં આવશે. મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે વધારાનો ૧૫% લઘુત્તમ ટેક્સ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી શરૂ થશે.નવા કોર્પોરેટ ટેક્સ ઉપરાંત, ેંછઈ સરકાર અનેક ટેક્સ પ્રોત્સાહનો લાગુ કરી રહી છે. આ નીચે મુજબ છે.

સંશોધન અને વિકાસ (ઇશ્ડ્ઢ) કર પ્રોત્સાહનો મળે તે માટે, ેંછઈ ની અંદર ઇશ્ડ્ઢ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે, ેંછઈ સરકાર યોગ્ય ઇશ્ડ્ઢ ખર્ચ પર ૩૦-૫૦% ની સંભવિત ટેક્સ ક્રેડિટ ઓફર કરવાની યોજના ધરાવે છે. આ કર પ્રોત્સાહન માટે પાત્ર બનવા માટે, ઇશ્ડ્ઢ પ્રવૃત્તિઓ ર્ંઈઝ્રડ્ઢ ધોરણો સાથે સુસંગત હોવી જાેઈએ અને ેંછઈ ની અંદર હાથ ધરવામાં આવે છે. આર એન્ડ ડી ટેક્સ પ્રોત્સાહન ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ થવાની ધારણા છે.

હાઈ વેલ્યુ એમ્પ્લોયમેન્ટ ટેક્સ ક્રેડિટ રહે તે માટે, ેંછઈમાં ઉચ્ચ-કુશળ પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવા માટે, ઉચ્ચ-મૂલ્ય ધરાવતા કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગાર પર રિફંડપાત્ર ટેક્સ ક્રેડિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, જાે તમે ઝ્ર-જેૈંી એક્ઝિક્યુટિવ્સ અને અન્ય મુખ્ય કર્મચારીઓને ચૂકવણી કરો છો, તો તમે રિફંડપાત્ર ટેક્સ ક્રેડિટ મેળવી શકો છો. ઉચ્ચ-મૂલ્ય એમ્પ્લોયમેન્ટ ટેક્સ ક્રેડિટ જાન્યુઆરી ૧, ૨૦૨૫ થી અમલમાં આવવાની અપેક્ષા છે.

Follow Me:

Related Posts