fbpx
ગુજરાત

વડોદરામાં ડિલિવરી બોયે પરણિત યુવતીની કરી છેડતી, પોલીસે પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

ઓનલાઇન મંગાવેલા ફુડના ડિલિવરી બોયે છેડતી કરી વડોદરામાં ડિલીવરી બોયે એક પરણિત યુવતીની છેડતી કરતા ચકચાર મચી છે. યુવતીએ ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું. જેમાં ડિલીવરી કરવા આવેલા યુવકે તેની છેડતી કરી હતી.આ બનાવ ગોત્રી વિસ્તારમાં બન્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં ડિલીવરી બોયે સરનામુ પુછવાને બહાને યુવતીનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. જેને પગલે ગભરાઈ ગયેલી યુવતીએ ઘરનો દરવાજાે બંધ કરી દીધો હતો. જેને પગલે યુવક અહીંથી ચાલ્યો ગયો હતો. આ અંગે પોલીસે પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે ગણતરીના કલાકમાં જ ડિલીવરી બોયને ઝડપી લીધો હતો. પોલીસે આ કેસમાં મોહમ્મદ અકમલ નામના ડિલીવરી બોયની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts