ફોટો જીવી નેતા ઓને ઓળખો દામનગર તાલુકા મથક ની યુવા આર્મી ની માંગ ને શાખપુર ગ્રામ પંચાયત નું સમર્થન

દામનગર ને તાલુકા મથક ની સુવિધા મળે તે માટે સમસ્ત પટેલ યુવા આર્મી ની ગુજરાત સરકાર માં થયેલ માંગ ને શાખપુર ગ્રામ પંચાયતે ખુલ્લું સમર્થન આપતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમય થી ૧૪૦૦ થી વધુ યુવાનો ની સામાજિક સંસ્થા સમસ્ત પટેલ યુવા આર્મી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દામનગર શહેર ને તાલુકો બનાવવા ની માંગ સંદર્ભ માં શાખપુર ગામ સંપૂર્ણ સમર્થન સાથે સમગ્ર પંથક ના અસંખ્ય ગામડા ઓને તાલુકા મથક નું ડિસ્ટન્ટ ધટી શકે સરકારી કામકાજ માં ગ્રામ્ય વિસ્તારો ના લોકો ને અતિ સરળીકરણ સમય શક્તિ બચાવનારી આ માંગ ને લેખિત સમર્થન આપ્યું હતું દામનગર શહેર ને તાલુકા મથક બનાવી ભાવનગર જિલ્લા ના ઉમરાળા ના હડમતીયા ઠોડા લાખાવાડ ગારીયાધાર તાલુકા ભંમરિયા માંડવી સિહોર તાલુકા નું ભૂતિયા બોટાદ જિલ્લા ગઢડા સ્વામી ના તાલુકા ના ઉમરડા નાના મોટા વિકળિયા જલાલપુર નો સમાવેશ દામનગર તાલુકા માં કરાય તો તાલુકા મથક નું ૩૫ થી ૪૦ કિમિ નું અંતર ઘટાડી માત્ર ૧૦ થી ૧૫ કિમિ નું થઈ શકે અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના પાંચતલાવડા એકલારા હરિપર જેવા ગામો ને પણ દામનગર તાલુકા મથક માં સમાવેશ કરી ડિસ્ટન્ટ ઘટાડી શકાય છે છેલ્લા ઘણા સમય થી દામનગર શહેર ને તાલુકા મથક બનાવવા ની માંગ કરાય છે તાલુકા મામલતદાર કચેરી માટે સ્થળ સંપાદન થયા ને પણ ૧૫ વર્ષ કરતા વધુ સમય થવા છતાં સ્થાનિક ધારાસભ્ય તરફ થી કોઈ રજુઆત કે સમર્થન કરાયું નથી ત્યારે દામનગર પંથક ના ગામડા ની જનતા એ ફોટો જીવી નેતા ઓને ઓળખવા ની જરૂર છે દામનગર ને તાલુકા મથક મળે તે માટે સતત સરકાર માં સામાજિક સંસ્થા સંગઠનો પંચાયતો દ્વારા યુવા આર્મી ની રજુઆત ને સમર્થન કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર ના સીધા પ્રતિનિધિ સમર્થન કરવાનું ચુકી રહ્યા સતત પ્રસિદ્ધિ માં રચ્યા પચ્યા નેતા ઓને ઓળખવાની જરૂર
Recent Comments