તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે “Nothing Like Voting, I Vote For Sure”થીમ પર યોજાશે કાર્યક્રમ

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીજિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, બુથ લેવલ ઑફિસર્સ, યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે
તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૫મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી “ર્દ્ગંરૈહખ્ત ન્ૈાી ર્ફંૈહખ્ત, ૈં ર્ફંી ર્હ્લિ જીેિી” ની થીમ પર કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી એ.કે. જાેતિ, રાજ્ય ચૂંટણી પંચના પૂર્વ ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર શ્રી એસ. મુરલીક્રિશ્ન, ડિપાર્ટમેન્ટ ઑફ ગુજરાત સ્ટેટ ટેક્ષના સ્પેશ્યલ કમિશનર શ્રીમતી પી. ભારતી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી એમ. કે. દવે તથા રાજ્યના ચૂંટણી તંત્ર સાથે જાેડાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
રાજ્યના તમામ નાગરિકો રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે ૧૧.૦૦ કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ રંંॅજઃ//ષ્ર્ઠી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ, ફેસબુક પેજ ઝ્રઈર્ં ય્ેદ્ઘટ્ઠટ્ઠિં તથા યુટ્યુબ ચેનલ રંંॅજઃ//ુુુ.અર્ેંેહ્વી.ર્ષ્ઠદ્બ/જ્રઝ્રઈર્ંય્ેદ્ઘટ્ઠટ્ઠિંજીંટ્ઠંી પર નિહાળી શકશે.
Recent Comments