ગુજરાત

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરેલા આંકડા મુજબ, ૧ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધીમાં ૩,૫૩,૦૧૨ વ્યક્તિઓ સામે એક્શન લેવામાં આવ્યા

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા આંકડા મુજબ, ૧ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધીમાં ૩,૫૩,૦૧૨ કેસ કરવામાં આવ્યા છે અને રૂ. ૨૨ કરોડ ૮૧ લાખ ૨૪ હજાર ૯૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે.
ઝ્રઝ્ર્‌ફની મદદથી ૨,૩૭,૭૯૧ ચલણ ઈશ્યું કરાયા, ૮,૭૬૫ ચલણ કોર્ટમાં રદ્દ કરાયા અને રૂ. ૬૦ લાખનું કલેક્શન થયું.
દંડના મુખ્ય કેસો
• હેલ્મેટ ન પહેરવાઃ ૨,૪૭,૨૩૮ કેસ, દંડ – ૧૨.૩૬ કરોડ
• નો પાર્કિંગઃ ૪૬,૮૭૪ કેસ, દંડ – ૨ કરોડ ૬૯ લાખ ૬૫ હજાર
• ઓવર સ્પીડઃ ૧૦,૩૯૧ કેસ, દંડ – ૨ કરોડ ૩૪ લાખ ૭૯ હજાર
• રોંગ સાઇડ ડ્રાઇવિંગઃ ૨૨,૯૩૦ કેસ, દંડ – ૩ કરોડ ૮૮ લાખ ૮૯ હજાર
અન્ય મહત્વના દંડ કેસ
• સીટ બેલ્ટઃ ૭,૬૯૧ કેસ, દંડ – ૩૮.૪૫ લાખ
• વાહન ચલાવવા સમયે મોબાઈલ વપરાશઃ ૧,૭૨૫ કેસ, દંડ – ૮.૭૪ લાખ
• ત્રણ સવારીઃ ૬,૭૧૯ કેસ, દંડ – ૬.૭૧ લાખ
• ઓટો રિક્ષા ડ્રાઇવર સીટ પર મુસાફર બેસાડવોઃ ૧,૭૮૪ કેસ, દંડ – ૧૦.૨૯ લાખ
• ડાર્ક ફિલ્મઃ ૧,૫૧૪ કેસ, દંડ – ૮.૬૧ લાખ
• સિગ્નલ ભંગઃ ૫,૩૦૭ કેસ, દંડ – ૩૬.૯૬ લાખ
વર્ષ ૨૦૨૪ના કુલ કેસ
ટ્રાફિક પોલીસે ૨૦૨૪માં કુલ ૧૮,૬૪,૪૦૯ કેસ કરી, રૂ. ૧૨૬ કરોડ ૭૨ લાખ ૧૩ હજાર ૨૦૦ નો દંડ વસૂલ્યો.
• હેલ્મેટઃ ૧૦,૦૬,૦૭૨ કેસ, દંડ – ૫૦.૩૦ કરોડ
• નો પાર્કિંગઃ ૨,૫૨,૪૩૪ કેસ, દંડ – ૧૩.૭૨ કરોડ
• ઝ્રઝ્ર્‌ફ દ્વારા ૯,૫૧,૮૬૭ ચલણ ઇશ્યુ, ૧,૦૪,૧૪૭ ચલણ કોર્ટમાંથી રદ્દ
• કોર્ટમાં રદ્દ થયેલા ચલણ માટે ૮.૬૮ કરોડનું કલેક્શન

Related Posts