અમરેલી જીલ્લામાં ૪ નગરપાલિકા ચલાલા,લાઠી ,રાજુલા અને જાફરાબાદ ની સામાન્ય ચુંટણીઓ તેમજ ૩ નગરપાલિકા અમરેલી,સાવરકુંડલા અને દામનગર અને ધારી તાલુકા પંચાયતની મીઠાપુર ( ડુંગરી ) પંચાયત સીટની પેટા ચુંટણીઓ માટે ગત રવિવારના રોજ મતદાન થયેલ. મતદાન બાદ મંગળવારના રોજ સવારથી જ હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો વિજ વાવટો ખુબ ભવ્યતાથી લહેરાયો છે. જાફરાબાદ નગરપાલિકામાં ૧૬ સીટ પહેલેથીજ બિનહરીફ થયેલી હતી
બાકીની ૧૨ સીટ પણ ભાજપે જંગી બહુમતીથી વિજય થતા ભાજપે પુરેપુરી ૨૮ બેઠક કબજે કરતા કોંગ્રેસનો સફાયો થયો છે. તેમજ ચલાલા માં ૨૪ માંથી ૨૪ અને રાજુલામાં ૨૮ માંથી ૨૮ બેઠકો ભાજપ કબજે કરતા ૩ નગરપાલિકાઓમાં કોંગ્રેસનો વ્હાઈટવોશ થયો છે. અને લાઠી નગરપાલિકામાં ૨૪ માંથી ૧૮
ભાજપને આવતા પૂર્ણ બહુમતીથી ભાજપનું શાસન આવ્યું. અમરેલી નગરપાલિકામાં ૨ માંથી ૧ બેઠ ભાજપને,દામનગરની ૨ માંથી ૨ ભાજપને તથા સાવરકુંડલાની ૧ બેઠકની ચૂટણી યોજાયેલ તે પણ ભાજપને ફાળે આવતા કેસરિયો માહોલ જોવા મળેલ જેમાં કાર્યકર્તાઓમાં ખુબ જોશ જોવા મળેલ અને જીલ્લા ભરમાં કાર્યકર્તાઓ દ્વારા આંતીશબાજી,ઢોલ નગારા અને મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવવામાં આવેલ. અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓ અને મતદારોનો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કાર્યો.


















Recent Comments