અમરેલી

અમરેલી ખાતે શબ્દસમિધની ૨૧મી બેઠક તરન્નૂમ મુશાયરાના ઉપક્રમે મળી

અમરેલી ખાતે શબ્દસમિધની ૨૧મી બેઠક તરન્નૂમ મુશાયરાના ઉપક્રમે મળી તા. ૦૬/૦૯/૨૬ને રવિવારે સરસ્વતી વિદ્યામંદિર અમરેલી ખાતે શબ્દસમિધની ૨૧મી બેઠક “ગાય તેનાં ગીત’ (તરન્નુમ મુશાયરો)ના નવા જ ઉપક્રમ સાથે યોજાઈ ગઈ. આ બેઠકમાં ગુજરાતના પ્રસિદ્ધ તરન્નુમ કવિ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ,ની સાથે અમરેલી ઘરાનાના તરન્નુમ કવિઓ બાલકિશન જોગી, શશીભાઈ રાજ્યગુરુ ‘કવિ હેમાળવી’ અને અગન રાજ્યગુરુએ પોતાની અસરદાર-મજેદાર -જોરદાર પ્રસ્તુતિ દ્વારા શ્રોતાઓ-ભાવકોને તરબોળ કર્યા હતા. પ્રારંભે અભિષેક ઠાકરે સૌનું શબ્દિક સ્વાગત અને બેઠકની વિભાવના રજુ કરી હતી. ત્યાર બાદ કવિ મુકેશ દવેએ કવિ હાકલના ગીતસંગ્રહ ‘હાલ તુરત ને હમણાં’ ના ગીતો વિશે રસપ્રદ વાતો કરી હતી. બેઠકનું સંચાલન કવિ પંકજ ચૌહાણે કર્યું હતું. આભાર વિધિ કવિ ગોપાલ ધકાણ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં કવિ ઉમેશ જોષી, હરેશ વડાવિયા, પ્રકાશ જોશી, ડો. વી.પી.રાવલ, કાલિન્દી પરીખ, શીલા મહેતા, ઈતેશભાઈ મહેતા,સલીમ શેખ, રવજીભાઈ કાચા, ઉદય દેસાઈ, પ્રફુલ ઠાકર, જૈમીનભાઈ જોષી, ડો નિતીનભાઈ પીઠડીયા, કિરણભાઈ નાંઢા, પરેશ જાની વિપુલભાઈ ભટ્ટી(બન્ને) વગેરે સર્જકો- ભાવકો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર બેઠકની વ્યવસ્થા કવિ મુકેશ જોગી અને કવિ ધર્મેશ ઉનાગરે સંભાળી હતી

Related Posts