અમરેલી

જૂના સાવર ખાતે રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે નવનીર્મિત PHC સેન્ટરનું ઉદ્ઘાટન

જૂના સાવર ગામે રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​“સ્વસ્થ સમાજ એ વિકાસશીલ સમાજનો પાયો છે” ના વિચાર સાથે કાર્યરત આ સેન્ટરમાં આધુનિક સારવાર, ઈમરજન્સી સુવિધા, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. જેનાથી જૂના સાવર અને આસપાસના ગામોના હજારો પરિવારોને પોતાના જ વિસ્તારમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહેશે.

Related Posts