સાવરકુંડલા ખાતે આવેલ નાવલી નદી પર તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક નો ચેક ડેમ છેલ્લા બે દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે નાવલી નદી તેના બંને કાંઠે વહી રહી છે. આ કમોસમી વરસાદે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે, પરંતુ બીજી તરફ સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે. નાવલી નદીમાં પાણી આવવાના કારણે નદી બજારના નાના મોટા વેપારીઓ ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનો સુધી પાણી પહોંચવાની ભીતિથી તેમનો વેપાર-ધંધો પ્રભાવિત થયો છે. આ ઉપરાંત, આ કમોસમી વરસાદની ગંભીર અસર ખેતી પર પણ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે ખેડૂતો ઉનાળુ પાક ડુંગળી તલ કેરી જેવા અનેક પાકો આ અણધાર્યા વરસાદના કારણે મોટું નુકસાન થવાની સંભાવના છે. તૈયાર પાક વરસાદમાં પલળી જવાથી ખૂબ મોટું નુકસાન થયું છે, જેના લીધે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.
સાવરકુંડલા નાવલી નદી પર આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે ચેક ડેમ ઓવરફ્લો

Recent Comments