ગારીયાધાર વાલમધામ ગારિયાધાર ગ્રુપ નું સિમાડા નાકા સુરત ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજિત
શ્રી વાલમપીર સ્મરણ સયુંકત કુટુંબ ભાવના ભાતૃપ્રેમ એકયતા નો સંદેશ આપતી ક્રિકેટ ટુર્નામેન્ટ નું વાલમધામ ગારિયાધાર નાં પ્રાત સ્મરણીય સંત શ્રી વાલમરામ બાપાના નામથી સુરતના સેવક સમુદાય સીમાડા નાકા સુરત સ્થિત શ્રી વાલમધામ ગારિયાધાર ગૃપના સેવાભાવી મિત્રો દ્વારા આયોજન કરાયું સતત ચોથી ક્રિકેટ ટુર્નામેન્ટ “શ્રી વાલમ પીમાયર લીગ સીઝન ૪. ૨૦૨૫” નું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગારીયાધાર પંથકના પરિવારજનો માં એકતા અને સંગઠન જળવાઈ યુવાવર્ગ માં ખેલદીલીની ભાવના પ્રગટ અને પ્રોત્સાહિત કરી યુવાનો માં ઉત્સાહ વધારવા અનેક વતનપ્રેમી ઓની ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઉપસ્થિતિ રહી હતી સૌ વતન પ્રેમી – ક્રિકેટ પ્રેમી પરિવારજનોને પરિવાર સહ પધાર્યા હતા રમતોત્સવની સાથે સૌ દર્શકો – પ્રેક્ષકો એ રમતવીરો ના ઉસ્તાહ વધારવા પધાર્યા હતા સાંજના ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા સાથે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તમામ આયોજક ભાઇઓ એ ધન્યતા અનુભવી હતી.
Recent Comments