ગુજરાત

ગુજરાત સરકારશ્રીની સૂચના અને ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી અંતર્ગત તાલીમ યોજાઈ

વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર જિલ્લાની ટીમ કો- ઓર્ડીનેશન સાથે સુસજ્જ રહે તે માટે રતનપુર,લવારપુર  તથા પાલજ ખાતે સેલ્ફ ડિફેન્સની તાલીમ યોજાઈ

રાજ્ય સરકારશ્રીની સૂચના અને ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી   અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજે રતનપુર,લવારપુર  તથા પાલજ ખાતે સંયુક્ત સુરક્ષા તાલિમ યોજવામાં આવી હતી.

વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીની સતર્કતા અને કામગીરી નું મુલ્યાંકન કરતા, આકસ્મિક સ્થિતિમાં સેવાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે  હવાઈ હુમલો,આગ,શોધ અને બચાવ,સુરક્ષિત ઘરમાં સ્થળાંતર વગેરેની તાલીમ  બાદ પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા તેમજ સિનિયર અધિકારીઓએ સંબંધિત વિભાગોના જવાનો કર્મચારીઓ અને જોડાયેલા વિભાગોને માર્ગદર્શન આપ્યુ હતું.

કલેકટર શ્રી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમ અંતર્ગત પ્રાંત શ્રી એ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લાની ટીમ સુસજ્જ છે. કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલનમાં છે. કોઓર્ડીનેશન અને રિસ્પોન્સ વધુ ગુણવત્તા યુક્ત કરી શકાય અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ સતર્કતા અને પૂર્વ તૈયારી ચકાસવા માટે આ આયોજન દ્વારા  નાગરિકોની સુરક્ષા સલામતી માટે પગલા, સંકલન , અને ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે તાલીમ આયોજન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Related Posts