રાષ્ટ્રીય

દિલ્હી-શ્રીનગર ઈન્ડિગો ફ્લાઈટનું ખરાબ હવામાનના કારણે ઇમરજન્સી લેન્ડિંગ થયું, જેમાં પાંચ ટીએમસી નેતાઓ સવાર હતા

ઈન્ડિગો ફ્લાઇટ ૬ઈ ૨૧૪૨ (રજીસ્ટ્રેશન ફ્-ૈંસ્ડ્ઢ) તરીકે કાર્યરત આ વિમાન શ્રીનગર જતી વખતે ખરાબ હવામાનમાં ફસાઈ ગયું હતું અને લેન્ડિંગ પછી તેને “એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ” (ર્છંય્) જાહેર કરવામાં આવ્યું હતું – આ સ્થિતિ એવા વિમાનો માટે વપરાય છે જેને આગળની કામગીરી પહેલાં નિરીક્ષણની જરૂર હોય છે.
ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ પુષ્ટિ આપી હતી કે વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત છે. “તમામ એરક્રૂ અને મુસાફરો સુરક્ષિત છે, અને એરલાઈન દ્વારા વિમાનને ર્છંય્ જાહેર કરવામાં આવ્યું છે,” એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું.
ઈન્ડિગોએ આ ઘટના બાદ એક નિવેદન પણ જારી કરીને જણાવ્યું હતું કે ફ્લાઇટને તેની મુસાફરી દરમિયાન કરાનો સામનો કરવો પડ્યો હતો. “દિલ્હીથી શ્રીનગર જતી ઈન્ડિગો ફ્લાઇટ ૬ઈ ૨૧૪૨ ને રસ્તામાં અચાનક કરાનો સામનો કરવો પડ્યો. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ સ્થાપિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાન શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતર્યું. વિમાનના આગમન પછી એરપોર્ટ ટીમે ગ્રાહકોની સંભાળ રાખી, તેમની સુખાકારી અને આરામને પ્રાથમિકતા આપી. જરૂરી નિરીક્ષણ અને જાળવણી પછી વિમાનને છોડી દેવામાં આવશે,” ફ્લાઇટ ઓપરેટરે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઘટનાએ પ્રદેશમાં ફ્લાઇટ કામગીરીને અસર કરતી અણધારી હવામાન પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોર્યું.
શિવસેના (ેંમ્) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ઠ પર ખુલાસો કર્યો કે દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટ, જે ગંભીર ઉથલપાથલને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી, તેમાં તૃણમૂલ કોંગ્રેસના પાંચ નેતાઓ સહિત ૨૨૭ મુસાફરો હતા. ચતુર્વેદીએ ખુલાસો કર્યો કે વિમાનમાં પાંચ ટીએમસી નેતાઓ – નદીમુલ હક, સાગરિકા ઘોષ, ડેરેક ઓ‘બ્રાયન, મમતા ઠાકુર અને માનસ ભુઇયા – સવાર હતા. તેમણે ઉમેર્યું કે પાંચેય નેતાઓ સ્વસ્થ છે અને ‘તોફાન છતાં શાંત રહેવા અને ફ્લાઇટમાં દરેકને સુરક્ષિત રાખવા‘ બદલ પાઇલટની પ્રશંસા પણ કરી.

Related Posts