રાષ્ટ્રીય

યોગ પોર્ટલે ૫૦૦૦૦ નોંધણીઓ પાર કરી, રાષ્ટ્રીય સુખાકારી ચળવળને આગળ ધપાવી

રાજસ્થાન ૧૧૦૦૦થી વધુ સંસ્થાઓ સાથે નોંધણી કરાવીને અગ્રેસર રહ્યું છે

સાવર્ત્રિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વના શક્તિશાળી પુરાવા તરીકે, ૨૧ જૂન ૨૦૨૫ના રોજ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (યોગ સંગમ) કાર્યક્રમે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશભરમાંથી ૫૦૦૦૦થી વધુ સંસ્થાઓએ ૨૧ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬.૩૦થી ૭.૪૫ વાગ્યા સુધી યોગ સંગમનું આયોજન કરવા માટે નોંધણી કરાવી છે, જે સામૂહિક ભાગીદારી માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
રાજસ્થાન યોગ સંગમ ૨૦૨૫ માટે નોંધાયેલા પ્રભાવશાળી ૧૧૦૦૦થી વધુ સંગઠનો સાથે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. આ નોંધપાત્ર ભાગીદારી પછી તેલંગાણા ૭,૦૦૦+ થી વધુ નોંધણીઓ સાથે બીજા ક્રમે છે અને મધ્યપ્રદેશ લગભગ ૫,૦૦૦ નોંધણીઓ સાથે બીજા ક્રમે છે.
આ વર્ષની થીમ ‘એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ‘ એકતા અને સુખાકારી માટેના સાવર્ત્રિક આહ્વાનને પ્રતિબિંબિત કરે છે. ૈંૈં્, ૈંૈંસ્ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ જેવી અગ્રણી સંસ્થાઓ, ઘણા કોર્પોરેટ અને ખાનગી ખેલાડીઓ સાથે સક્રિયપણે નોંધણી કરાવી રહી છે અને વૈશ્વિક સુખાકારી પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે.
આ વર્ષની ઉજવણી અગાઉના આવૃત્તિઓના સફળ વિકેન્દ્રિત મોડેલ પર આધારિત છે, જેમાં આયુષ મંત્રાલય યોગ સંગમ પોર્ટલ ર્રૂખ્તટ્ઠ.ટ્ઠએજર.ર્ખ્તદૃ.ૈહ/અર્ખ્તટ્ઠ-જટ્ઠહખ્તટ્ઠદ્બ દ્વારા જાહેર જાેડાણમાં વધારો કરી રહ્યું છે.
યોગ સંગમમાં કેવી રીતે ભાગ લેવો:
૧. મુલાકાત લો: રંંॅજ://અર્ખ્તટ્ઠ.ટ્ઠએજર.ર્ખ્તદૃ.ૈહ/અર્ખ્તટ્ઠ-જટ્ઠહખ્તટ્ઠદ્બ
૨. તમારા જૂથ અથવા સંગઠનની નોંધણી કરો
૩. ૨૧ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી યોગ સત્રનું આયોજન કરો
૪. પ્રશંસાનું સત્તાવાર પ્રમાણપત્ર મેળવવા માટે ઇવેન્ટ પછી ભાગીદારીની વિગતો અપલોડ કરો
આયુષ મંત્રાલય ભારતના કાલાતીત જ્ઞાનની આ વૈશ્વિક ઉજવણીમાં એક લાખથી વધુ સ્થળોએ એક સાથે આવવા માટે નાગરિકો, સંસ્થાઓ અને સમુદાયોને આમંત્રણ આપે છે. ચાલો આપણે સાથે મળીને – એક સ્વસ્થ, વધુ સુમેળભર્યા વિશ્વ માટે આગળ વધીએ, સાથે શ્વાસ લઈએ અને સાથે મળીને સમૃદ્ધ થઈએ.

Related Posts