અમરેલી, તા. ૧૮ જૂન, ૨૦૨૫ (બુધવાર) ૨૪મી સુબ્રટો ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૫ જૂન-૨૦૨૫ની તા.૨૫ અને તા.૨૬ એ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવી અમરેલી જિલ્લાની શાળાઓએ www.subrotocup.in પર તા.૨૪જૂન, ૨૦૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું.
ભાગ લેવા માગતી શાળાઓએ રુ.૨,૦૦૦ એન્ટ્રી ફી ભરવી, ઓનલાઇન એન્ટ્રી બાદ શાળાઓને આ સ્પર્ધામાં પ્રવેશ મળશે.
અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ ખાતે ૬૪મી સુબ્રટો કપ ભાઈઓ માટે અંડર-૧૫ તા.૨૫ જૂન, ૨૦૨૫એ તેમજ ભાઈઓ અને બહેનો માટે અંડર-૧૭ વય જૂથની સ્પર્ધા તા.૨૬ જૂન, ૨૦૨૫એ યોજાશે.
અંડર-૧૫, ભાઈઓની સ્પર્ધા માટે કટ ઓફ ડેટ મુજબ, તા.૦૧.૦૧.૨૦૧૧ પછી જન્મેલા અને અંડર-૧૭, ભાઈઓ અને બહેનો માટે તા.૦૧.૦૧.૨૦૦૯ પછી જન્મેલા હોય તે ભાગ લઈ શકશે, તેમ અમરેલી જિલ્લા ઇન્ચાર્જ રમત ગમત અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments