કૌશલ્યા સ્કીલ યુનિર્સિટી અંતર્ગત અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) અમરેલી ખાતે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા પ્રમાણિત ડ્રોન પાઇલટ કોર્સ ટૂંક સમયમાં શરુ થશે.
આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ધો.૧૦ પાસની શૈક્ષણિક લાયકાત અને ૧૮ થી ૬૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પ્રવેશ મેળવી શકે છે. કોર્સનો સમયગાળો ૧૦ દિવસનો રહેશે અને તેની ફી રુ.૧૫,૪૫૦ રહેશે.
આઈ.ટી.આઈ. ખાતે કાર્યરત શોર્ટ ટર્મ કોર્સ ‘ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એમ્બલી‘નો કોર્સ પૂર્ણ કરેલા ઉમેદવારો અને ખેડૂત કે ખેડૂતનાં બાળકોને એમ.બી.કે.વી.વાય. યોજના અંતર્ગત કોર્સની ફી રુ.૧,૪૫૦ ભરવાપાત્ર રહેશે.
આ અંગેની વધુ વિગતો માટે અમરેલી આઇ.ટી.આઈ.નો સંપર્ક કરવો અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments