અમરેલી

વરસાદની આગાહી: સાવચેતી અને તકેદારીના પગલાં ભરવા અનુરોધ

વરસાદની આગાહીના પગલે અમરેલી ફ્લડ સેલ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા સૂચના છે.
ભાવનગર ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રનાં દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં તા.૨૮/૦૬/૨૦૨૫ ના રોજ હળવાથી ભારે, હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોય તેમજ ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં હળવાથી ભારે, અતિ ભારે વરસાદની સંભાવના છે. તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા.૦૪/૦૭/૨૦૨૫ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તા.૨૮/૦૬/૨૦૨૫ થી તા.૦૨/૦૭/૨૦૨૫ સુધી હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તા.૨૮/૦૬/૨૦૨૫ થી ૦૪/૦૭/૨૦૨૫ સુધી છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આથી, અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને સાવચેતી રાખવા તથા તકેદારીના તમામ પગલાં લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સાવચેત રહેવા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts