ભાવનગર

૧૨મી ઓગસ્ટ ૨૦૨૫ થી ૨ મહિના સુધી ગ્રામ્ય અને શહેરી કક્ષાએ જાતીય રોગથી બચવા સઘન ઝુંબેશહાથ ધરાશે

ભાવનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે નેશનલ એઈડ્સ એન્ડ એસ.ટી.ડી. કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત
ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી- અમદાવાદ અને DISHA/DAPCU ભાવનગરના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી
અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ‘‘ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ ’’ લોન્ચીંગ
કાર્યક્રમ યોજાયો.
આ વેળાએ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. પી.વી.રેવરના હસ્તે ડીજીટલ લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં ડી.ટી.એચ.ઓ.શ્રી ડૉ. પી. વી. રેવર, સી.ટી. ટી.બી. સેન્ટર મેડીકલ ઓફીસરશ્રી ડૉ. ભાવેશ વળીયાએ ઈન્ટેસીફાઈડ
આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ અંગે વિગતવાર જાણકારી પુરી પાડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેમ્પેઈન નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત
સરકારશ્રીના આયોજન હેઠળ ભાવનગર જિલ્લામાં તારીખ ૧૨મી ઓગસ્ટ ૨૦૨૫ થી ૨ મહિના સુધી ગ્રામ્ય અને શહેરી કક્ષાએ જાતીય રોગથી
બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્રના મેડીકલ ઓફીસર શ્રી ડૉ. આનંદ ગોસ્વામી, DISHA/DAPCUના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ
કેમ્પેઈનના લોન્ચીંગ કાર્યક્રમને સફળ બનાવવામાં દિશા / ડાપ્કુમાંથી તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા ઝહેમત ઉઠાવી હતી.

Related Posts