ભારતીય કૃષિ પધ્ધતિનો પાયો છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના પ્રચાર અને વ્યાપ માટે અમરેલીના મોટા માંડવડાના શ્રી પ્રફુલભાઈ સેંજળીયા સતત કાર્યરત રહે છે. કૃષિક્ષેત્રે તેમના પરિશ્રમને નવાજવામાં આવશે.
જિલ્લાના અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ગાય આધારિત કૃષિના પ્રચારક શ્રી પ્રફુલભાઈ સેંજળીયાનું પ્રથમ કૃષિ ઋષિ એવોર્ડથી બહુમાન થશે.
મોટા માંડવડા ગામના શ્રી મુકેશભાઈ ધીરુભાઈ ક્યાડાના નિવાસ્થાને તા.૧૩.૮.૨૦૨૫ના બપોરે૩.૩૦ કલાકે ગુજરાતના વિવિધ સેવા ભાવિ ખેડૂત સંગઠનો, મહિલા મંડળની બહેનો, ગાયત્રી પરિવાર, વિવિધ ખાનગી સંસ્થાઓ, ખેડૂતો અને મોટા માંડવડાના ગ્રામજનો સહિતનાઓ શ્રી પ્રફુલભાઈ સેંજળીયાને ૭૨મી વર્ષગાંઠે ભલી લાગણી વ્યક્ત કરી બહુમાન કરશે, તેમ બગસરા વિશ્વ વાત્સલ્ય સેવા ટ્રસ્ટના શ્રી દેવચંદભાઇ સાવલિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
મોટા માંડવડા ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં બહુમાન થશે


















Recent Comments