ભાવનગર

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિકજિલ્લા મેજીસ્ટ્રેટ

ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ
ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૯/૦૮/૨૦૨૫ દિન-૦૧ માટે ઇન્ડીયન કોસ્ટગાર્ડ પીપાવાવ પર તહેનાત
કોસ્ટગાર્ડના કર્મચારીઓ માટે ફાયરિંગ પ્રેક્ટિસનું આયોજન કરેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર
દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે
પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈ
પણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા
થશે.

Related Posts