મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેનબાબરીયાના હસ્તે આવતીકાલ તા. ૨ સપ્ટેમ્બરે ૨૩૩ આંગણવાડી કેન્દ્રો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના નાના ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોં કાર્યરત કરવામાં આવ્યાં છે.
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીની કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૧ સેજા કચેરી, ૧ ઘટક કચેરી અને ૨૩૩ આંગણવાડી કેન્દ્રો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. ગુજરાતમાં પરંપરાગત પદ્ધતિથી અને GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીનાઉપયોગથીનવનિર્મિત આંગણવાડી કેન્દ્રો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રીભાનુબેનબાબરીયાના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે


















Recent Comments